N: નમસ્તે, મારું નામ Nicky (નિકી) છે, હું રેસ્પિરેટરી ફિઝિઓથેરપિસ્ટ છું. ગયા વર્ષે મને પણ કોવિડનો સામનો થયો અને તેની અસર ઘણા લાંબા સમય સુધી રહી હતી. આપણે થોડી શ્વસોચ્છવાસની કસરતો જોવા જઈ રહ્યાં છીએ જે તમને તમારા શ્વાસ ચડવાની તકલીફમાં મદદ કરશે. શ્વાસ ચડવો એ તમને ગરમી લાગતી હોવાનું, ભયભીત હોવાનું અથવા નિરુપાય બન્યા હોવાનો અનુભવ કરાવી શકે. તમારી છાતી એટલી હદે ભીંસાયેલી લાગે, જાણે તમે બરાબર શ્વાસ ન લઈ શકતા હોવ. તમને ઊંડા અને સામાન્ય શ્વાસને બદલે ઘણાબધા અને ટૂંકા અને છીછરા શ્વાસ લેવાનું અદમ્ય દબાણ થતું હોવાનું લાગી શકે. તમને શ્વાસ લેવાનું ખૂબ મુશ્કેલ કામ હોવાનું અને થકવી નાખનારું લાગી શકે. કોવિડ અને કોવિડની લાંબા ગાળા સુધી રહેતી અસરો ચિંતા ઉપજાવે અને સ્નાયુઓ નબળા બનાવી શકે, જે સામાન્ય સ્થિતિમાં પાછા ફરવામાં મુશ્કેલી ઊભી કરી શકે. જો તમને આવું લાગતું હોય, તો તમે એકલા નથી. હવે પછીના વિડીયોમાં, હું તમને શ્વસોચ્છવાસ પર નિયંત્રણ મેળવતા શીખવામાં મદદ કરીશ, જે તમને શ્વાસ ચડવા સામે અને ચિંતાની અનુભૂતિમાંથી રાહત અપાવશે અને જો તમને શ્વાસ ચડે તો પરત સામાન્ય થવામાં સહાયરૂપ બનશે.