આ વિડીયોમાં હું તમને કટલીક કસરતો અંગે માર્ગદર્શન આપીશ જે તમારા શરીરના નીચલા ભાગ માટે છે. આમાં તમારી ઘૂંટીના સાંધા અને પગનો ઉપયોગ કરવાનો છે. હવે અમે તમને થોડી કસરતો બતાવીશું જેને સિટ ટુ સ્ટેન્ડ કહેવાય છે. તમારા બન્ને હાથ શરીર પરથી સામસામી બાજુ લઈ જાવ અને પછી તમે ખુરશી પરથી ઊઠો ત્યારે તમે ત્રણ સેકન્ડ સુધી તે સ્થિતિ જાળવી રાખો અને પછી પોતાને ધીમેથી ખુરશી પર પાછા લાવો. બહુ સરસ. હું ઇચ્છીશ કે જો તમારું શરીર સાથ આપે તો તમે આમ દસ વખત કરો. પણ જો તમે દસ ન કરી શકો તો પાંચ કરવા પ્રયાસ કરો અથવા ત્રણ પણ ચાલશે. આ કસરતનું નામ સ્ટેપ અપ્સ છે. એક પગથી શરૂ કરો, પહેલે પગથિયે થપથપાવો અને પછી તે પગને નીચે તરફ લાવો અને પછી બીજો પગ ઊંચકો ફરી તે પગથિયે થપથપાવો અને નીચે લાવો. હું ઇચ્છીશ કે જો શક્ય હોય તો તમે આમ દસ વખત કરો. તમારું શરીર જેટલો પણ સાથે આપે એટલું. વાહ, સરસ. ચાલુ રાખો. જો તમને આ કસરત સરળ લાગે તો આગલા લેવલ પર જાવ અને એક પગથી પગથિયાં પર પગલું લો અને પોતાને નીચે લાવો અને તે જ પગે ઉપર જતા જાઓ આગલા વિડીયોમાં હું તમને શરીરના ઉપલા ભાગની કસરતોનું માર્ગદર્શન આપીશ જેમાં હાથ, બાહુ અને ખભાનો ઉપયોગ કરશો.