આ વિડીયોમાં હું તમને થોડીક કૂલ ડાઉન કસરતો કરાવીશ. તમારો હ્રદય દર ઘટાડવા માટે તે ખરેખર અગત્યની છે. આ તમે બેસીને અથવા ઊભા રહીને કરી શકો છો, તમને જે પણ અનુકૂળ હોય તે રીતે. આ કૂલ-ડાઉન કસરત છે. આનાથી હ્રદય દર ઘટાડવામાં મદદ મળે છે અને આને કહેવાય છે એક જગ્યા પર કદમતાલ કરવું, ધીમેથી અને ધીરેથી. આવું એક મિનિટ સુધી કરવા પ્રયાસ કરો. વાહ, સરસ. ચાલુ રાખો. આ કૂલ-ડાઉન કસરત છે જે સાઇડ સ્ટ્રેચ તરીકે ઓળખાય છે. અને પછી તમે તે જ ‌સ્થિતિમાં ત્રીસ સેકન્ડ સુધી રહેવાનો પ્રયાસ કરશો, આરામથી અને સરસ રીતે. તે ત્રીસ સેકન્ડ સુધી જાળવી રાખવા પ્રયાસ કરો. જે પણ તમને આરામદાયક લાગે અને શરીર જે કરી શકે. અને જ્યારે તમે તૈયાર હો તમે પાછા ઉપર આવી શકો સરસ અને ધીમેથી, સીધા, અને પછી તમે બીજી તરફ જશો. પછી તે બાજુ પણ ત્રીસ સેકન્ડ સુધી જાળવી રાખશો. અને જ્યારે તમે તૈયાર હો પાછા વચ્ચે સુધી આવો અને પાછા બીજી તરફ જાઓ. જો તમને બીજી રીત કરવી ખૂબ સરળ લાગે તો તમે આ અજમાવી શકો છો. જે પણ બાજુ શરુ કરવામાં તમને આરામદાયક લાગે પહેલા તે તરફ વળો, તમારી પીઠ સરસ અને સીધી રાખશો, બીજો હાથ તમારા ઘૂંટણ પર રાખો અને આરામદાયક રીતે તમારાથી થઈ શકે એટલું વધુ સ્ટ્રેચ કરો (તાણો). અને ત્રીસ સેકન્ડ સુધી તે ‌સ્થિતિમાં રહેવાનો પ્રયાસ કરો. આ કૂલ-ડાઉન કસરત છે જેને ટ્રંક રોટેશન કહેવાય છે. તમારી પીઠ સીધી અને ટટ્ટાર રાખશો, બસ આટલુ જ, હાથ કમર પર રાખો, અને તમને જે દિશામાં આરામદાયક લાગે તે તરફ પહેલા ફરો અને પછી બીજી તરફ એવું જ કરવું. બસ આટલું જ, અને તેમ કરવું ચાલુ રાખો. અને જો આમ કરવું તમને ખરેખર અઘરું લાગે તો તમે આ ખુરશીમાં બેસીને કરી શકો. હેતુ એટલો જ છે કે બન્ને બાજુ પર ખુરશીની પાછળના ભાગ સુધી બીજા હાથે પહોંચવું આગલી કૂલ-ડાઉન કસરત છે ક્વૉડ સ્ટ્રેચ. તમારું પૅન્ટ ખેંચી રાખીને એડીને નિતંબની શકય તેટલી નજીક પહોંચાડવાનો પ્રયાસ કરો. તમારું શરીર કરવા દે એટલું જ કરો જો તમારાથી ન થઇ શકે તો વધુ જોર ન કરશો તે ‌સ્થિતિમાં ત્રીસ સેકન્ડ રહેવાનો પ્રયાસ કરો. અને તમારી પીઠ સીધી અને ટટ્ટાર રાખશો હવે આપણે જઈશું બીજા પગ પર. અને પછી ત્રીસ સેકન્ડ સુધી તે ‌સ્થિતિમાં રહેવાનો પ્રયાસ કરો. પીઠ સીધી રાખો. આ કૂલ-ડાઉન કસરત છે. આને કહેવાય છે હૅમસ્ટ્રિંગ સ્ટ્રેચ. અને દરેક પગ માટે ત્રીસ સેકન્ડ સુધી આ જ ‌સ્થિતિમાં રહેવાનો પ્રયાસ કરવો અગત્યનો છે. તમારો પગ ઊંચકી લો અને તમારી ઘૂંટીનો સાંધો ઉપર તરફ ખેંચો, ઉપર, હજી ઉપર. બસ, આટલે ઊંચે સુધી, સરસ અને ટટ્ટાર. અને હવે તમે નીચે તરફ લઈ જાવ અને તે ‌સ્થિતિમાં ત્રીસ સેકન્ડ માટે રહો અને તે ‌સ્થિતિમાં ત્યાં જ રહો. વાહ, સરસ. ત્યાં રાખો. અને ત્યાં તમને પગના પાછળના ભાગે સરસ તાણની લાગણી થશે. સરસ. હવે આટલું કર્યા બાદ આપણે બીજો પગ લેશું અને ઘૂંટીનો સાંધો ઉપર તરફ લઈશું. બસ આટલુ જ. ફરી દબાણ. અને ત્રીસ સેકન્ડ સુધી તે ‌સ્થિતિમાં રહેવાનો પ્રયાસ કરો. તમને પગના પાછળના ભાગે સરસ તતાણની લાગણી થશે. હવે આ છે તમારી ગરદન માટેની કૂલ-ડાઉન કસરતો. તમારે તમારી ગરદન બને એટલી સીધી અને ટટ્ટાર રાખવી અગત્યની છે તમારા કાનને ખભા સુધી નીચે તરફ, શક્ય હોય તેટલો વધુ નીચે લાવો. વધુ પડતો તાણ ન કરો. માત્ર તેને સીધી અને ટટ્ટાર રાખો જે તમને આરામદાયક લાગે. વાહ, સરસ. દસ વાર કરવા પ્રયાસ કરો. પણ દસ ના થાય તો વાંધો નહીં પાંચ કે પછી ત્રણ પણ ચાલશે. અહીં તમારી કસરતો સમાપ્ત થાય છે. તમે સરસ રીતે કરી બતાવ્યું. હવે જ્યારે આપણે કસરતો પૂર્ણ કરી લીધી છે ત્યારે થોડો સમય તમને કેવું લાગે છે તે વિચારવા માટે ફાળવો. દરેક અઠવાડિયે આ કસરતોને વિભાજીત કરી લેશો પણ માત્ર જેટલું તમારું શરીર કરી શકે તેટલું જ. યાદ રાખો વધુ પડતો શ્રમ ન કરશો અને શરીરનું કહ્યું સાંભળશો.