N: અહીં શ્વાસોચ્છવાસની અમુક એવી પદ્ધતિઓ છે જે તમે જ્યારે ચાલતા કે કંઈ ઊંચકતા હોવ, અથવા શ્રમ પડે તેવું કામ કરતા હોવ ત્યારે શ્વાસ ચડે તો તેનો ઉપાય કરવામાં મદદ કરી શકે. આ તમામને અજમાવો અને જુઓ કે તમારે માટે કઈ શ્રેષ્ઠ છે. પહેલી પદ્ધતિ જેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યાં છીએ તે છે ‘બ્લો એઝ યુ ગો’ એટલેકે ફૂંકીને બહાર કાઢતા જાવ. અહીં, તમે વધારાનો પ્રયત્ન કરો ત્યાર પહેલા શ્વાસ અંદર લેવાનો અને પ્રયત્ન કરો તે દરમિયાન ઉચ્છવાસને બહાર કાઢવાનો છે. આનું એક ઉદાહરણ છે જ્યારે તમે દાદરા ચડતા હોવ. એક સરળ ઊંડો શ્વાસ લો અને જેવા તમે ઉપર પગથિયું ચડો એટલે , ઉચ્છવાસ કાઢો. જો તમને લાગે કે તમારા દાદરા એક સાથે ચડવા ખૂબ મુશ્કેલ છે, તો તમે એક સમયે થોડાં પગથિયા ચઢો, અને જો તે બરાબર રહે તો તમે તમારા શ્વાસોચ્છવાસને નિયંત્રણમા લાવતા હોવ ત્યારે દીવાલ અથવા કઠેડા પર ટેકો લઈ શકો, અને પછી ફરી આગળ ચડવાનું શરુ કરી શકો. બીજી એક પદ્ધતિ છે, ‘પગલાં ભરતી વખતે શ્વાસોચ્છવાસની પદ્ધતિ’. અહીં તમે ચાલતા હોવ અથવા ફરી રહ્યાં હોવ ત્યારે મનમાં ગણતરી કરવાની હોય છે. ઉદાહરણ તરીકે, તમે એક પગલું ભરતાં શ્વાસ અંદર લઈ શકો અને એક અથવા બે પગલાં લઈ ઉચ્છવાસ બહાર કાઢી શકો. જો તમને સારું લાગતું હોય તો તમે શ્વાસ લેતી વખતે, અથવા ઉચ્છવાસ બહાર કાઢતી વખતે વધુ પગલાં લઈ શકો. બે પગલાં અંદર તરફ શ્વાસ, બે પગલાં બહારની તરફ શ્વાસ, એવી રીતે. હવે પછી આપણે ‘સંકોચીને ગોળ વાળેલા હોઠથી શ્વાસોચ્છવાસ’ પદ્ધતિ વિશે વાત કરીશું. અહીં તમે તમારા નાક વડે હળવેથી શ્વાસ અંદર લો છો અને પછી મીણબત્તી ઓલવવા માંગતા હોવ તે રીતે હોઠ ગોળ સંકોચો છો. તમારા હોઠ ગોળ સંકોચીને તમારા ફેફસાંમાંથી હવા બહાર ફૂંકો. તમારે આરામદાયક રહે ત્યાં સુધી જ હવા બહાર ફૂંકવાની છે, અને તમારા ફેફસાંને ખાલી કરવા બળ નથી વાપરવાનું. આ એક એવી પદ્ધતિ છે જે તમે ચાલી રહ્યાં હોવ ત્યારે તમને મદદ કરી શકે. આને તમે કોવિડમાંથી સાજા થઈ રહ્યાં હોવ તેના શરુઆતના દિવસોમાં ઉપયોગમાં લઈ શકાય, જ્યારે તમે બાથરૂમ જવા માંગતા હોવ, કે પછી જ્યારે તમે વસ્તુઓ ખસેડતા અથવા ઊંચકતા હોવ.